News of Friday, 16th January 2026
ઠંડીનો માહોલ યથાવતઃ ગિરનાર ૩, નલીયા ૯.ર, અમરેલી ૯.૪, જામનગર ૯.પ ડીગ્રી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ટાઢોડુઃ લોકો ગરમ વષાો અને તાપણાના સહારે

રાજકોટ, તા. ૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો છે આજે ગિરનાર ઉપર ૩ ડિગ્રી, નલીયા ૯.ર, અમરેલી ૯.૪, જામનગર ૯.પ, રાજકોટમાં ૧૧.૩ ડિગ્રી લધુતમ તાપમાન નોંધાયુ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારે બીજા દિવસે ૩ ડિગ્રી ઠંડીથી ગિરનાર પર હિમાલય જેવો માહોલ રહ્યો હતો. જ્યારે જુનાગઢમાં વાતાવરણમાં ૮૪% ભેજ વચ્ચે ૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાશ્મીર અને હિમાલયમાં થયેલી બરફ વર્ષા વચ્ચે છેલ્લા બે દિવસથી શરૂ થયેલું ઠંડીનું મોજુ આજે પણ યથાવત રહ્યું હતું. ગઈકાલે ઉતરાણ પછીના બીજા દિવસે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ૨.૫ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે સામાન્ય વધારા સાથે તાપમાનનો પારો ઉપર ચડીને ૩ ડીગ્રીએ સ્થિર થયો હતો તેના પરિણામે સતત બીજા દિવસે પણ ગિરનાર પર્વત ઉપર હિમાલય જેવી ઠંડીની અનુભૂતિ થઈ હતી.
આજની ઠંડીની સાથે ગિરનાર પર્વત પર ઝાકળ વર્ષા પણ થતા સમગ્ર ગિરનાર અને તેના જંગલ વિસ્તારમાં કાતિલ ઠંડીનો પ્રવાસીઓ સહિતના લોકો અને અબોલ જીવોને સામનો કરવો પડ્યો હતો. જુનાગઢ શહેરમાં આજે સવારે સામાન્ય વધારા સાથે લઘુતમ તાપમાન આઠ ડિગ્રી રહ્યું હતું પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૪% થઈ જતા જોરદાર ઝાકળ વર્ષા થઈ હતી. જેના પરિણામે ઠંડીનું જોર ખૂબ જ વધી ગયું હતું. ગઈકાલની સરખામણીએ આજે સવારે પવનની ઝડપ ઘટીને પ્રતિ કલાકની ૨.૬ કિલોમીટરની થતા લોકોએ બરફીલા પવનથી એકંદરે રાહત અનુભવી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમનની વિગત જોઇએ તો લધુતમ તાપમાન ૯.પ સે.ગ્રે. મહતમ તાપમાન ર૬ સે.ગ્રે., ભેજનું પ્રમાણ ૭૦%, પવનની ગતિ ર.૯ કિ.મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં તાપમાન ચાર ડીગ્રી વધતા ઠંડીમાં ઘટાડો થયો છે. આજે શુક્રવારે ભાવનગર શહેરનું લધુતમ તાપમાન ૪ ડીગ્રી વધીને ૧૪.૪ ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતારવણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા હતું જયારે પવનની ઝડપ ૮ કી.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
