News of Friday, 16th January 2026
જસદણમાં પતંગ ચગાવવા બાબતે વિશાલભાઇ છાયાણી ઉપર બે શખ્સોને છરીથી હુમલો

રાજકોટ, તા. ૧૬ : જસદણમાં પતંગ ચગાવવા બાબતે થયેલ માથાકુટમાં યુવાન ઉપર બે શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો.
મળતી વિગત મુજબ વિશાલભાઇ મનુભાઇ છાયાણી, ઉ.વ.૩ર, ધંધો-ઓઇલ મીલ, રહે. જસદણ, ચિતલીયા રોડ, વડલાવાડી એ આરોપી (૧) સાવન મનસુખભાઇ હીરપરા રહે. જસદણ, પાળીયાવાળી શેરી તથા (ર) લાલાભાઇ કિશોરભાઇ માળવીયા, રહે. જસદણ સીંદી ચોક સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ મકરસંક્રતિ તહેવારના દિવસે ફરીયાદીના ભાઇ વિરાજ સાથે આરોપી લાલાને પતંગ ચગાવવા બાબતે માથાકુટ થયેલ હોય, જે બાબતનો ખાર રાખી આરોપ સાવને ફરીયાદી સાથે ફોનમાં માથાકુટ કરી હતી. બાદમાં આરોપીઓએ ફરીયાદના ભાઇને તેના બાઇકમાં બેસાડીને જતા ત્યારે ફરીયાદીનું બાઇક ઉભુ રખાગેલ અને ફરીયાદી તેના ભાઇને ગાળો આપી આરોપી લાલાએ ફરીયાદીને પકડી રાખી આરોપી સાવને પોતાના પાસે રહેલ છરી વડે ફરીયાદીના ડાબા હાથમાં ખંભામાં એક ઘા તથા ડાબી બાજુના વાંસામાં છરીનો એક ઘા મારી દઇ ફરીયાદીને ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ઉકત બન્ને આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
