ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
ધ્રાંગધ્રા ઇન્ચાર્જ પી.આઈ એમ.બી. વિરજા પાસેથી ચાર્જ છીનવાયો
અચાનક લિવ રિઝર્વમાં બદલી કરી મૂકી દેવામાં આવતા ખળભળાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૬: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ ની બદલીઓ અંગેની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ પૂરતા પી.આઈ ન હોવાના કારણે અને નવા પીઆઇની ફાળવણી કરવામાં ન આવતા સમગ્ર બદલી પ્રક્રિયા અટકી પડી હોય તેવી હાલ ચર્ચા સેવાઈ રહી છે પૂરતા પી.આઈ ની સંખ્યા ન હોવાના કારણે સુરેન્દ્રનગરના પોલીસ મથકો પીઆઇ કક્ષાના હોવા છતાં પીએસઆઇ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.
ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન અને સાયલા પોલીસ સ્ટેશન પણ પી.આઈ કક્ષાનું પોલીસ સ્ટેશન હોય અને આ જિલ્લાના મોટા પોલીસ સ્ટેશન ગણવામાં આવી રહ્યા છે તે છતાં પણ પીએસઆઇ અધિકારીઓથી આ પોલીસ સ્ટેશન ચલાવવામાં આવી રહ્યા છે કારણકે પી.આઈ કક્ષાના અધિકારીઓની સુરેન્દ્રનગર જિલ્લામાં અછત છે ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ મથક માં ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવતા એમબી વીરજાને અચાનક લાઈવ રિઝર્વ હેડ કવોટર માં મૂકી દેવામાં આવ્યા છે જેને લઇને ખડભળાટ મચી જવા પામ્યો છે.
હાલમાં લીવ રિઝર્વ માં ફરજ બજાવી રહેલા એન એચ ચુડાસમા ને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં હજુ પણ સાયલા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ ની બદલી કરવાની શકયતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ગેરકાયદેસર પ્રવળત્તિઓ જે વિસ્તારમાં ચાલી રહી છે તે વિસ્તારોમાં ટૂંક સમયમાં જિલ્લા પોલીસ વડા દ્વારા એક્શન લેવાની તૈયારી પણ દેખાડવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
