<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

વિસાવદરને જોડતી મીટરગેજ ટ્રેનની અડધોઅડધ સુવિધા રેલવેએ કલમના એક જ ઝાટકે ઝુંટવી લીધી..!! પ્રજામાં ભભૂકતો રોષ

વર્ષોથી જૂનાગઢ-દેલવાડા વચ્ચે દોડતી ટ્રેન બંધ કરવાના નિર્ણય સામે લોકોમાં નારાજગી : આગામી સમયમાં લડતના મંડાણ થવાની સંભાવના

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૬ :  વિસાવદરને જોડતી મીટરગેજ ટ્રેનોનુ અડધોઅડધ સુવિધા રેલવેએ કલમના એક જ ઝાટકે ઝુંટવી લેતા પ્રજામાં રોષ ભભુકી ઉઠયો છે. રેલ્વેતંત્ર દ્વારા નવી ટ્રેન આપવી તો ઠીક પરંતુ જૂનાગઢ-દેલવાડા વચ્ચે વર્ષોથી જે ટ્રેન દોડતી હતી તેને બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તા.૧૯થી જૂનાગઢ-દેલવાડા અને એક જૂનાગઢ-વેરાવળ મીટરગેજ ટ્રેન રદ કરવામાં આવશે. દેલવાડા જવા માટે તાલાળા ખાતે જૂનાગઢ-વેરાવળ ટ્રેનનું જોડાણ આપવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષોથી જૂનાગઢ-દેલવાડા વચ્ચે દોડતી ટ્રેન બંધ કરવાના નિર્ણય સામે લોકોમાં નારાજગી વ્યાપી છે.

રેલ્વેતંત્ર દ્વારા સોરઠની હંમેશા ઉપેક્ષા કરવામાં આવી છે. લાંબા અંતરની નવી ટ્રેન શરૂ કરવા અનેકવાર રજૂઆતો થઈ છે પરંતુ નવી ટ્રેન શરૂ કરવાને બદલે હાલ જે  ટ્રેન દોડી રહી છે તેને પણ બંધ કરવામાં આવી રહી છે. તા.૧૯ જાન્યુઆરીથી ટ્રેન નં, પર૯૫૧-૫૨ જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન અને ટ્રેન નં. પ૨૯૨૯-૩૦ જૂનાગઢ-વેરાવળ-જૂનાગઢ ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે ટ્રેન જૂનાગઢ-દે લવોડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન અને ટ્રેન નં.પર૯૨૯- જૂનાગઢ-વેરાવળ-જૂનાગઢ ૩૦ નં.૫૨૯૪૯ ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે ટ્રેન વેરાવળ-દેલવાડા મીટરગેજ ટ્રેનનો સમય સવારે ૮:૫૦નો કરવામાં આવ્યો છે જે બપોરે ૧૨:૩૦એ દેલવાડા પહોંચશે. ટ્રેન નં.૫૨૯૪૬ જૂનાગઢ-વેરાવળનો સમય સવારે ૬:૧૫ વાગ્યે કરાયો છે જે ૧૦:૪૦ વાગ્યે વેરાવળ પહોંચશે. ટ્રેનનં.૫૨૯૫૫ વેરાવળ-જૂનાગઢનો સમય સવારે ૬:૧૫ જે ૧૦:૨૦ વાગ્યે જૂનાગઢ પહોંચશે. ટ્રેન નં.૫ર૯૩૩ વેરાવળ-જૂનાગઢ મીટરગેજ ટ્રેનનો સમય બપોરે ૨:૪૫એ કરાયો છે જે સાંજે ૬:૫૫એ જૂનાગઢ પહોંચશે. તા.ર૦થી ટ્રેન નં.૫૨૯૫૬ જૂનાગઢ-વેરાવળ સવારે ૮ વાગ્યે જૂનાગઢથી ઉપડી ૧૨:૧૦ વાગ્યે વેરાવળ પહોંચશે. જ્યારે ટ્રેન નં.૫૨૯૫૦ દેલવાડા વેરાવળ બપોરે ૧ વાગ્યે ઉપડી સાંજે ૪:૩૫એ વેરાવળ પહોંચશે. જૂનાગઢથી દેલવાડા જતા મુસાફરો માટે વેરાવળ-દેલવાડા-વેરાવળ ટ્રેનનું જોડાણ તાલાળા ખાતે આપવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન વર્ષોથી દોડી રહી છે. આ ટ્રેન એક ઝાટકે બંધ કરી દેવાના નિર્ણય સામે મુસાફરોમાં નારાજગી વ્યાપી છે. આ મુદ્દે આગામી સમયમાં લડતના મંડાણ થવાની સંભાવના છે.

જૂનાગઢ દેલવાડા ટ્રેન મીટર ગેજ ટ્રેન હાલ હેરિટેજ ટ્રેન છે, જેને અપડેટ કરી પ્રવાસીઓને આકર્ષવાના બદલે રેલવે તંત્રએ આ ટ્રેન બંધ કરવા નિર્ણય કર્યો છે. આ પાછળ કોઈ કારણ પણ આપવામાં આવ્યું નથી. જૂનાગઢથી વિસાવદર વચ્ચે ૧૯૧૨માં, વેરાવળ-પ્રાચી રોડ વચ્ચે ૧૯૧૮થી ૧૯૨૩ અને પ્રાચીથી દેલવાડા વચ્ચે ૧૯૩૪-૩૫માં મીટરગેજ ટ્રેન શરૂ થઈ હતી. જૂનાગઢથી દેલવાડાનું અંતર ૧૬૦ કિલોમીટર જેટલું થાય છે. બિલખા, વિસાવદર, સતાધાર, સાસણ, તાલાળા, પ્રાચી રોડ, વલાદર, જામવાડા, હડમતીયા, ગીરગઢડા, ઉના સ્ટેશન આવે છે. આ ટ્રેન બંધ થવાથી આ વિસ્તારના લોકોની ટ્રેન સુવિધા ઝુંટવાઈ જશે.

વિસાવદર ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઈ કાનાબારે રેલવેના આ નિર્ણય સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.


 

(1:12 PM IST)