News of Friday, 16th January 2026
પડધરીના ફતેપર પાસે વાડીમાં ઝેરી દવા પી કનિયાભાઇનો આપઘાત
યુવાને રાજકોટમાં દમ તોડી દીધોઃ પડધરી પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૬: પડધરીના ફતેપર ગામ પાસે આવેલી વાડીમાં રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
પડધરીના ફતેપર ગામ પાસે રાજુભાઇની વાડીમાં રહેતા કનિયાભાઇ ગુલાબસિંહ બામણીયા (ઉ.વ. રપ) ગઇકાલે વાડીએ હતો ત્યારે રાત્રે વાડીમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું બનાવની જાણ થતા પડધરી પોલીસે તપાસ હાથ ધરી હતી.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
