News of Friday, 16th January 2026
ધ્રોલ-રાજકોટ હાઈવે પર ટ્રેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, કાર ચાલકનું મોત
અરબાજભાઈ રાજકોટ તરફથી ધ્રોલ તરફ કિયા સેલટોસ કાર લઈને આવતા હતા ત્યારે આશાપુરા હોટલ નજીક ટ્રેન્કર સાથે ગોજારો અકસ્માત

ધ્રોલના રાજકોટ હાઈવે પર જાયવા અને લૈયારા વચ્ચે આવેલી આશાપુરા હોટલ નજીક આજે ટ્રેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કાર ચાલકને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમનું મોત નીપજ્યું હતું.
પ્રાથમિક વિગતો મુજબ અરબાજભાઈ મુસ્તાકભાઈ તાયાણી (ઉંમર ૨૬), રહેવાસી ધ્રોલ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ અરબાજભાઈ રાજકોટ તરફથી ધ્રોલ તરફ કિયા સેલટોસ કાર લઈને આવી રહ્યા હતા ત્યારે આશાપુરા હોટલ નજીક ટ્રેન્કર સાથે ગોજારો અકસ્માત થયો હતો.
અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. ધ્રોલ સરકારી હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ માટે મોકલી
ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ તથા રવિરાજસિંહ જાડેજા દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(સંજય ડાંગર ધ્રોલ:
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
