<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મોરબી: પુરાવાના અભાવે કાચબાના શિકાર કેસમાં બે આરોપીઓ નિર્દોષ જાહેર.

સરકારી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને સાક્ષીઓ આરોપીઓ સામેનો ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી અદાલતે આ મહત્વનો હુકમ કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વન્ય પ્રાણીઓના શિકાર અને સંરક્ષણને લગતા એક મહત્વના કેસમાં મોરબીની અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૧૮માં પીપળી ગામના ખરાબા વિસ્તારમાં કાચબાનો શિકાર કરી તેનું માસ રાખવાના આરોપનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવાના અભાવે બે શખ્સોને નિર્દોષ જાહેર કર્યા છે. સરકારી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને સાક્ષીઓ આરોપીઓ સામેનો ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી અદાલતે આ મહત્વનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, વન વિભાગ દ્વારા પીપળી ગામેથી કાચબાના અવશેષો મળી આવતા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જોકે, કેસની સુનાવણી દરમિયાન પંચ સાક્ષીઓ પોતાની જુબાનીમાંથી ફરી ગયા હતા અને પોલીસની કામગીરીને સમર્થન આપ્યું નહોતું.
બચાવ પક્ષના એડવોકેટ સુખદેવ રમેશભાઈ દેલવાણીયાએ ધારદાર દલીલો કરી હતી કે, સ્થળ પરથી પશુના અવશેષો મળ્યા હોય તેવું જણાય છે પણ તે કાચબો જ હતો કે તેનો શિકાર આરોપીઓએ જ કર્યો હતો તે સાબિત થતું નથી. કોર્ટે આ દલીલો માન્ય રાખી બંને આરોપીઓને તમામ આરોપોમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.


 

(11:24 PM IST)