તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 16th January 2026
મોરબીના ડી માર્ટથી ગુમ થયેલી યુવતીએ લગ્ન કરી લીધાનું ખુલ્યું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના પ્રભુકૃપા ટાનઉશીપમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી ગત મહીને ગુમ થઇ ગયેલી હતી. જે તાજેતરમાં ભુખલી સાંથલી કુકાવાવ ખાતેથી મળી આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીનાં પ્રભુકૃપા ટાનઉશીપમાં રહેતી મૂળ ગામ-કારીયાણી તા.જી.બોટાદ વાળી ૧૯ વર્ષીય યુવતી સિમા અરવિંદભાઇ જોધાણી ગત તા-૨૨/૧૨/૨૦૨૫નાં રોજ ડી માર્ટ ખાતેથી ગુમ થઇ ગઈ હતી, જે ભુખલી સાંથલી તા. કુકાવાવ જી. અમરેલી ખાતેથી લગ્ન નોંધણીનાં કાગળો સાથે પરત ફરી હતી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
