News of Saturday, 17th January 2026
અમરેલીમાં ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતા અનીલભાઇનું રાજકોટમાં મોત
પેટના દુઃખાવાની દવા લેવા માટે જતા'તાઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧૭ :.. અમરેલીના લાઠી રોડ પર એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતા યુવાનને ઇજા થતા તેને સારવારમાં રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ અમરેલીના જુમ્મા મસ્જીદ નજીક પાણી દરવાજા પાસે રહેતા અનીલભાઇ મહેન્દ્રભાઇ જોશી (ઉ.વ.૪૦) ગઇકાલે રાત્રે દુકાન માલીક વિમલભાઇના બાઇકમાં બેસીને દવા લેવા જતા હતાં. ત્યારે લાઠી રોડ પર એસ.ટી. ડીવીઝન પાસે પહોંચતા યુવાનને ચક્કર આવતા બાઇક પરથી પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી તેને સારવાર માટે અમરેલી બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક અનીલભાઇ નાસ્તાની દુકાનમાં કામ કરતા હતા. તેને ગઇકાલે ઉલ્ટી થયા બાદ પેટમાં દુઃખાવો ઉપડતા જયાં કામ કરતા હતા તે દુકાનના માલીકના બાઇક પાછળ બેસી દવા લેવા માટે જતા હતાં. એક પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ અંગે અમરેલી પોલીસે કાર્યવાહી કરી હતી.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
