<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ચોરવાડના ગડુમાં વૃધ્‍ધના ઘરમાં ઘુસીને મારમાર્યોઃ ૮ લાખની લૂંટ

મોડી રાત્રીના ૪ શખ્‍સોએ ઘરમાં ઘુસીને સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૭: ચોરવાડના ગડુમાં વળધ્‍ધના ઘરમાં ૪ શખ્‍સોએ ઘૂસી ગોંધી રાખી અને માર મારી રૂપિયા ૮.૦૬ લાખની કિંમતના સોનાના દાગીના સહિતની મતાની લૂંટ ચલાવી નાસી જતા સમગ્ર વિસ્‍તારમાં ખળભળાટ મચી ગયો હતો. મોડી રાત્રિની ઘટનાની જાણ થતાં પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

સનસનીખેજ લૂંટના બનાવની વિગતો એવી છે કે,  માળીયાહાટીના તાલુકાના ચોરવાડ પાસેના ગડુ ગામે શાંતિનગરમાં રહેતા સતીશગીરી સેવાગીરી ગોસ્‍વામી ઉ.વ. ૭૦ નામના વળધ્‍ધ મોડી રાત્રે પોતાના ઘરમાં સુતા હતાં. ત્‍યારે રાત્રિના અઢી વાગ્‍યાના અરસામાં મોઢા પર કપડું બાંધેલા ૪ અજાણ્‍યા શખ્‍સોએ આવી મકાનનો દરવાજો ખખડાવતા વળધ્‍ધે દરવાજો ખોલતાની સાથે ચારેય શખ્‍સો ઘરમાં ઘૂસી આવ્‍યા હતા અને સતીશગીરીને પકડી રાખી તેના મોઢા પર મૂંગો દઈને જે હોય તે આપી દે તેમ કહી ધમકી આપી માર માર્યો હતો.

વળધ્‍ધે ડરી જઈને ઇશારો કરી કબાટ બતાવતા તેમાંથી રૂપિયા ૮,૦૬,૦૦૦ લાખની કિંમતના સોનાના ઘરેણાની લૂંટ ચલાવી ચારેય શખ્‍સો નાસી ગયા હતા. બનાવ અંગે વળધ્‍ધે જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને લૂંટ ચલાવી નાસી ગયેલા શખ્‍સોની શોધખોળ હાથ ધરી હતી. ગડુ ગામમાં લૂંટના બનાવથી લોકોમાં ફફડાટ સાથે સનસની મચી ગઈ હતી.(૨.૧૪)

(10:53 AM IST)