<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

લીંબડી પાસે ર૭ાા લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

ટ્રક ઉપર ખોટી નંબર પ્‍લેટ લગાડેલઃ રાજસ્‍થાનથી આવેલઃ ટ્રક ચાલકની ધરપકડ

વઢવાણ તા. ૧૭ :..  રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગ  તે દરમિયાન ત્‍યાંથી શંકાસ્‍પદ હાલતમાં ટ્રક પસાર થઈ રહી હતી ત્‍યારે આ ટ્રક ઉભી રખાવી અને તેની તલાસી લેવામાં આવતા તેમાં વિદેશી દારૂ હોવાનો ધડાકો થયો હતો.

 લિંબડી-ડોળીયા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્‍થો ઝડપાયો છે. પોલીસે રૂ. ૩૭.૫૩ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના ગઇ વહેલી સવારે બની હતી.

લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ (એલસીબી) સુરેન્‍દ્રનગરની ટીમે પરશુરામજી જગ્‍યા ધામ સામે રોડ પરથી એક ટ્રકને અટકાવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી ૭૫૦ એમએલ.ની ૧૭૪૦ વિદેશી દારૂની બોટલો અને ૫૦૦એમએલ.ના ૧૭૭૬ બિયર ટીન મળી આવ્‍યા હતા. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂ. ૨૭,૪૮,૭૨૦/- આંકવામાં આવી છે.

પોલીસે ટ્રક ડ્રાઈવર બાબુલાલ ઠાકરારામ ધુંધવાલ (ઉ.વ. ૨૪, રહે. બાડમેર, રાજસ્‍થાન)ની ધરપકડ કરી છે. દારૂ ઉપરાંત રૂ. ૧૦,૦૦,૦૦૦/-ની કિંમતનો ટ્રક અને રૂ. ૫,૦૦૦/-નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્‍યો છે. ટ્રક પર MH.04.LY.૨૮૦૮ નંબરની ખોટી નંબર પ્‍લેટ લગાવવામાં આવી હતી.

આ કેસમાં દારૂ મોકલનાર ખેતસિંઘ રાજપુરોહીત (રહે. જેસલમેર, રાજસ્‍થાન), ટ્રકના માલિક અને દારૂ મંગાવનાર અજાણ્‍યા ઇસમ સહિત કુલ ત્રણ આરોપીઓ ફરાર છે.

આ ફરિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ સુરેન્‍દ્રનગરના પોલીસ કોન્‍સ્‍ટેબલ કળણાલસિંહ બાલુભા ઝાલા દ્વારા નોંધાવવામાં આવી છે. ગુનાની વધુ તપાસ ચુડા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. આઈ.એ. ભટ્ટીને સોંપવામાં આવી છે.

જી.જી ૨૭ ટી.ટી ૮૯૯૭ નંબરનો ટ્રક જપ્ત કરી અને ત્‍યારબાદ તેની તલાસી લેવામાં આવતા તેમાંથી ઇંગ્‍લિશ દારૂની ૧,૭૪૦ જેટલી બોટલો મળી આવી હતી અને આ ઉપરાંત બિયરના ૧,૭૭૬ જેટલા ટીન મળી આવ્‍યા હતા ત્‍યારે આ મુદ્દે ૩૭, ૫૩,૭૨૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

(12:16 PM IST)