<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ધ્રાંગધ્રા ડીસીડબલ્‍યુ કંપનીના પાણીના સ્‍ટોરેજના તળાવમાંથી હત્‍યા કરેલી લાશ મળી

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૦૩ દિવસમાં બે હત્‍યાની ઘટના..

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૭: સુરેન્‍દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સતત કથડતી જઈ રહી છે તેવા સંજોગોમાં લીમડીમાં થયેલી હત્‍યાનો હજુ સુરેન્‍દ્રનગર જિલ્લાની પોલીસે ભેદ ઉકેલ્‍યો છે ત્‍યાં બીજી તરફ ધ્રાંગધ્રામાં વધુ એક હત્‍યાની ઘટના સામે આવી છે ધ્રાંગધ્રા હરીપર રોડ ઉપર આવેલા તળાવમાંથી હત્‍યા કરેલી હાલતમાં આધેડનો મળતદેહ મળી આવ્‍યો છે.

સમગ્ર ઘટનાની જાણ થતા ધાંગધ્રા સીટી પોલીસ ત્‍યાં દોડી ગઈ હતી અને મળતદેહને બહાર કાઢી અને ધ્રાંગધ્રા સરકારી હોસ્‍પિટલ ખાતે પીએમ કરવામાં આવ્‍યું હતું. તરતી હાલતમાં મળતદેહ મળી આવ્‍યો છે જેને લઇને હાલ હત્‍યા કરી મળતદેહ ફેંકવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે.

કોના દ્વારા કળત્‍ય કરવામાં આવ્‍યું છે તે હજુ સુધી સામે આવ્‍યું નથી અને આ આધેડની લાશ કોની છે તેની પણ હજુ પોલીસ શોધ કરી શકી નથી મળી આવેલા હત્‍યા કરેલા મળતદેહ ઉપર મોઢાના ભાગે ગંભીર ઇજાના નિશાનો જોવા મળ્‍યા છે ત્‍યારે આ આધારે પોસ્‍ટમોર્ટમ કરના ડોક્‍ટરો દ્વારા પણ પ્રાથમિક તબક્કામાં હત્‍યા કરી હોવાનું અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું છે.

મળતદેહ કોનો છે અને કોના દ્વારા હત્‍યા કરવામાં આવી છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે મળી આવેલા મળતદેહના શરીરના અન્‍ય ભાગોમાં પણ ઇજાના નિશાન નજરે પડ્‍યા છે.

(11:30 AM IST)