News of Saturday, 17th January 2026
કુવાડવા પાસે પ૩.૬૮ લાખના દારૂ-બીયર પકડાયો
ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ અને કોન્સ. વિશાલભાઇ દવેની બાતમીઃ આઇસરમાં આરોપી બ્રજેશ વર્માએ ખોટી નંબર પ્લેટ લગાવી હતી : ૬૩.૮૩ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, તા., ૧૭: કુવાડવા ગામ પાસે ગુજરાત ગેસના પંપ નજીક ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.પ૩.૬૮ લાખની કિંમતના દારૂ-બીયરનો જથ્થો ભરેલી આઇસર સાથે યુપીના શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના કુવાડવા ગામ નજીક આવેલા ગુજરાત ગેસના પંપ પાસે એક દારૂનો જથ્થો ભરેલુ આઇસર નીકળવાનું હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ અને કોન્સ. વિશાલભાઇ દવેને બાતમી મળતા પીઆઇ એમ.ઓર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.ડી.ડોડીયા સ્ટાફ સાથે વોચમાં હતા ત્યારે ગુજરાત ગેસના પંપ પાસેથી પસાર થતી આઇસર ટ્રકને શંકાના આધારે રોકી ચેક કરતા ચાલકે આઇસરમાં નંબર પ્લેટ ખોટી લગાવી હતી. શંકા જતા પોલીસ આઇસરમાં તલાશી લેતા તેમાંથી રૂા. પ૩.૬૮,૦૮૦ની કિંમતની વિદેશી દારૂની અને બીયરના ટીન મળી ૧૩,૯૪૪નો જથ્થો મળી આવતા પોલીસે આઇસર ચાલક બ્રજેશ રામાશ્રય વર્મા (ઉ.વ.ર૯) (રહે. સરયા ગુલાબ રાવ, ગામ. જી. બલીયા (યુ.પી.) ને પકડી લીધો હતો.
પોલીસે દારૂ-બીયરનો જથ્થો તથા આયસર મળી રૂા.૬૩,૮૩,પ૮૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પુછપરછમાં આઇસર ચાલકે દારૂ ભરેલી આઇસર આપનાર સંજય પટેલ, કૌશીક પટેલ અને હાર્દિક પટેલ (રહે. વાઘા વલસાડ)ના નામ બહાર આવતા તેની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઇ વી.ડી.ડોડીયા તથા એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, હેડ કોન્સ. દિપકભાઇ ચૌહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદીપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂપાપરા, અનુજભાઇ ડાંગર કોન્સ્ટેબલ વિશાલભાઇ દવે દ્વારા કરવામાં આવી હતી.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
