<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

પોલીસ કસ્‍ટડીમાં રહેલ ટ્રકમાંથી ૬૦૦૦ની રેતી ગૂમ વંથલીનો બનાવ, પોલીસે તપાસ હાથ ધરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૭ : વંથલી પોલીસ કસ્‍ટડીમાં રહેલ ટ્રકમાંથી રૂપિયા ૬૦૦૦ની કિંમતની રેતીની ચોરી થયાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જીજે ૦૩ બીવાય ૫૧૩૧ (દશ ટાયર) નંબરનો ટ્રક રેતી સાથે પકડવામાં આવ્‍યો હતો અને આ ટ્રકને વંથલી પોલીસ કસ્‍ટડીમાં વંથલીમાં ગેલેક્‍સી ધાબા હોટલના ર્પાકિંગમાં રાખવામાં આવ્‍યો હતો. પરંતુ ગઈ તારીખ ૫ જાન્‍યુઆરી થી ગઈકાલ સુધીમાં આ ટ્રકમાં ભરેલ રૂપિયા ૬,૦૦૦ની કિંમતની ૨૫ ટન રેતી ગાયબ થઈ ગઈ હોવાનું જોવામાં આવ્‍યું હતું.

આથી ગઈકાલે પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ નરેન્‍દ્રભાઇ દેવરાજભાઇ હુણએ ફરિયાદી બની અજાણ્‍યા શખ્‍સો ટ્રકમાંથી રૂ.૬,૦૦૦ની રેતી ચોરીની ફરિયાદ નોંધી હતી જેના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(12:09 PM IST)