<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ગિરનારની ગોદમાં ઇતિહાસ સર્જાશે,શ્રી જટાશંકર મહાદેવ ખાતે પ્રથમ વખત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ

સ્‍વામી વિવેકાનંદજીની સાધનાભૂમિ પર માતાજીની મહાકથાઃ પૂ. મહાદેવપ્રસાદ મહેતાના વ્‍યાસાસને ૯ દિવસ દેવી શક્‍તિની મહિમાનું ગાન ભક્‍તિ, જ્ઞાન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ, ૧૯ થી ૨૮ જાન્‍યુઆરી સુધી દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧: ગિરનાર પર્વતની ગોદમાં કુદરત અને આધ્‍યાત્‍મિકતાના અદભૂત સંગમરૂપે વિરાજમાન શ્રી જટાશંકર મહાદેવની પવિત્ર ભૂમિ સદીઓથી તપ, ધ્‍યાન અને સાધનાની મહાન કેન્‍દ્ર રહી છે. આ અલૌકિક સ્‍થળે યુગપ્રવર્તક સ્‍વામી વિવેકાનંદજી સહિતના અનેક નામી-અનામી સંત- મહાત્‍માઓએ આત્‍મસાધના કરી આધ્‍યાત્‍મિક ઊર્જાનો અખૂટ વારસો સ્‍થાપ્‍યો છે. ગિરનારની આ દિવ્‍ય પરંપરા અને શ્રી જટાશંકર મહાદેવ મંદિરના જીર્ણોધ્‍ધારના પુણ્‍ય હેતુસર આયોજિત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી. પરંતુ ભક્‍તિ, જ્ઞાન પર્યાવરણ સંરક્ષણ અને માનવ કલ્‍યાણનો પાવન સંદેશ આપતો આધ્‍યાત્‍મિક ઉત્‍સવ છે. ગિરનારની ગોદમાં પ્રથમ વખત દેવી ભાવગત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્‍ય અને દિવ્‍ય આયોજન થઈ રહ્યું છે.

પવિત્ર શ્રી જટાશંકર મહાદેવ મંદિરના જીર્ણોધ્‍ધાર લાભાર્થે ‘‘શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ'' નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ ધાર્મિક અને આધ્‍યાત્‍મિક મહોત્‍સવ આગામી તા. ૧૯ જાન્‍યુઆરી ૨૦૨૬ થી તા. ૨૭ જાન્‍યુઆરી ૨૦૨૬ દરમિયાન શ્રી જટાશંકર મહાદેવ પાટાંગણ, ગિરનાર પર્વત, જૂનાગઢ ખાતે યોજાશે. તારીખ ૨૮ જાન્‍યુઆરીના દેવીયાન, મહાકાલી તથા શિવ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવાશે.

શ્રી જટાશંકર મહાદેવ મંદિરના મહંતશ્રી પૂર્ણાનંદજી ગુરુશ્રી બાલાનજીએ જણાવ્‍યું હતું કે, બ.પૂ. શ્રી ગોપાલાનંદજી ગુરૂશ્રી પ્રેમાનંદજી બાપુ, બ.પૂ. શ્રી બાલાનંદજી ગુરૂશ્રી ગોપાલાનંદજી બાપુના આશીર્વાદ અને જટાશંકર મહાદેવની કળપાથી કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ નવદિવસીય દેવી ભાગવત જ્ઞાનયજ્ઞમાં આંતરરાષ્‍ટ્રીય કથાકાર અને વિદ્વાન વક્‍તા શ્રી ડો. મહાદેવપ્રસાદ મહેતા (વિદ્યા-વાચસ્‍પતિ) દ્વારા મા ભગવતીની મહિમા, શક્‍તિ ઉપાસના, ભક્‍તિ જ્ઞાન અને વૈરાગ્‍યનો સુંદર સંદેશ આપવામાં આવશે કથા દરમિયાન દેવીના વિવિધ પ્રસંગો જેવા કે હયગીવ પ્રાગટય, શુકદેવ પ્રાગટય, પરમેશ્વરી પ્રાગટય, મહિષાસુર મોક્ષ, અબિકા માતા દર્શન, રાધાકળષ્‍ણ ઉપાસના, તુલસી વિવાહ, ગાયત્રી મહાવિદ્યા તથા દેવીઆગમ અને મહાકાળી તથા શિવ ભક્‍તિ પ્રાગટય જેવા પવિત્ર પ્રસંગોનું ભાવભર્યું વર્ણન કરવામાં આવશે. દરરોજ સવારના ૬: ૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્‍યા સુધી કથા યોજાશે.

કથા શ્રવણ કરવા આવતા ભક્‍તોને સંદેશ

પર્યાવરણ સંરક્ષણના હેતુસર સરકારશ્રીના નિયમો અનુસાર કથા સ્‍થળે પ્‍લાસ્‍ટિક પ્રતિબંધિત રહેશે. તમામ ભાવિક ભક્‍તોને વિનંતી છે કે તેઓ પ્‍લાસ્‍ટિક થેલીઓ, બોટલ્‍સ, કપ કે અન્‍ય પ્‍લાસ્‍ટિક સામગ્રી લઈને ન આવે. મંદિર પરિસર અને ગિરનારની પવિત્ર ધરતીને સ્‍વચ્‍છ અને નિર્મળ રાખવામાં સહયોગ આપી, માતાજી અને મહાદેવના આશીર્વાદના સાચા હકદાર બનીએ.

તપ,ધ્‍યાન સાધનાનું કેન્‍દ્ર છે જટાશંકર મહાદેવની જગ્‍યા

ગિરનાર પર્વતના પાવન અંચલમાં અવસ્‍થિત શ્રી જટાશંકર મહાદેવની પવિત્ર ભૂમિ ભારતની આધ્‍યાત્‍મિક પરંપરાનું જીવંત પ્રતીક છે. આ સ્‍થળે યુગપ્રવર્તક સ્‍વામી વિવેકાનંદજી, મહાન તપસ્‍વી ધીરેન મુની, પુનિતાચાર્ય, ચંદ્રાશ્વામી સહિત અનેક નામી-અનામી સંત મહાત્‍માઓએ તપ, ધ્‍યાન અને સાધનાના દીર્ઘ સમય સુધી અનુષ્ઠાન કર્યા છે. આ મહાન આત્‍માઓની સાધનાથી જટાશંકર મહાદેવની ભૂમિ આજે પણ આધ્‍યાત્‍મિક ઊર્જાથી પરિપૂર્ણ છે, જ્‍યાં ભક્‍તો આત્‍મશાંતિ, પ્રેરણા અને ઈશ્વર સાથેના આંતરિક જોડાણનો અનુભવ કરે છે.

(12:10 PM IST)