<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ખોડલધામના આંગણે ભક્તિમય માહોલ: ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવાર દ્વારા ધ્વજારોહણ

લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન કાગવડ સ્થિત ખોડલધામ ખાતે ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક ધ્વજા ચડાવવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ કાગવડ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા તેમના પુત્ર ગણેશ જાડેજા સહિતના પરિવારે મા ખોડલના દર્શન કર્યા હતા અને મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. 

આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાડેજા પરિવારે માતાજીના આશીર્વાદ મેળવીને સમાજ અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. સોશિયલ મીડિયા પર આ ધાર્મિક કાર્યક્રમની તસવીરો અને વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યા છે.

 

(1:04 PM IST)