<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

રાજુલા પંથકના વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ :રાજકોટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈને છરી બતાવી દુષ્કર્મ આચર્યું

આરોપીએ પીડિતા પર અવાર-નવાર દુષ્કર્મ આચરી માર માર્યો હોવાનો પણ આરોપ:આરોપીએ વિદ્યાર્થિનીના બિભત્સ ફોટો અને વીડિયો બનાવીને 20 લાખની ખંડણી પણ માંગી હોવાનો આરોપ

અમરેલીના રાજુલા પંથકના નરાધમે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરતાં ચકચાર મચી છે.. આરોપી રાકેશ કાતરીયાએ વિદ્યાર્થિનીનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરીને તેની તમામ માહિતી મેળવી લીધી હતી.. જે બાદ આરોપી રાજકોટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈને છરી બતાવીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતા પર અવાર-નવાર દુષ્કર્મ આચરી માર માર્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે.. સાથે જ આરોપીએ વિદ્યાર્થિનીના બિભત્સ ફોટો અને વીડિયો બનાવીને 20 લાખની ખંડણી પણ માંગી હોવાનો આરોપ છે. 

 જો કે ખંડણીના પૈસા ન મળતા આરોપીએ આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને વિદ્યાર્થિનીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(6:44 PM IST)