<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ભાવનગરમાં ૧૪ કી.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો

ગોહિલવાડ પંથકમાં આજે દિવસ પર ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાળ થઈ ગયું

( વિપુલ હિરાણી  દ્વારા)  ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આજે દિવસ પર ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાળ થઈ ગયું હતું
. આજે રવિવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન  ૧૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૨૯.૭ ડિગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૯ ટકા હતું. જ્યારે પવનની ઝડપ ૧૪ કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી. દિવસભર ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

(6:41 PM IST)