News of Sunday, 18th January 2026
મોરબીના આમરણ નજીક ચેકડેમ પાછળ જુગાર રમતા પાંચ ઝડપાયા, એક ફરાર.
ચેકડેમ પાછળ ખરાબામાં બાવળની કાંટમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી :પાંચ શખ્સોને રૂ ૧.૫૯ લાખની રોકડ સાથે ઝડપી લીધા જયારે એક આરોપી નાસી ગયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના આમરણ જીવાપર રોડ પર ચેકડેમ પાછળ કેટલાક શખ્શો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા એલસીબી ટીમે રેડ કરી હતી અને પાંચ શખ્સોને રૂ ૧.૫૯ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા રેડ દરમિયાન એક આરોપી નાસી ગયો હતો.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના આમરણ જીવાપર રોડ આમરણ ગામની સીમમાં ચેકડેમ પાછળ ખરાબામાં બાવળની કાંટમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી દેવદાન મોમૈયાભાઈ કુંભરવાડિયા, અસ્લમમિયા સુલતાનમિયા બુખારી, ધીરજ વાલજીભાઈ બોપલીયા, પ્રવીણ રાઘવજીભાઈ લીખીયા અને ગૌતમ અમૃતભાઈ લીખીયા રહે બધા આમરણ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧,૫૯,૩૦૦ જપ્ત કરી છે રેડ દરમિયાન આરોપી નિજામ ફારૂકમિયા બુખારી (રહે આમરણ તા. મોરબી વાળો) નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
