<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

સાયલા-ચોટીલા હાઇવે પર કાર-રિક્ષાના અકસ્‍માતમાં પાંચને ઇજા, ૩ ગંભીર

વઢવાણ તા.૧૯: સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર આવેલા આયા બોર્ડ નજીક કાર વાળવા સમયે આવી રહેલ એક ઓટો રીક્ષા ધડાકાભેર કાર પાછળ ઘૂસીને અથડાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અક્‍સ્‍માતમાં રિક્ષામાં બેસેલામાંથી પાંચ જેટલા લોકોને ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સાયલા સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જેમાંથી ત્રણ વ્‍યક્‍તિઓને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી વધુ સારવાર અર્થે સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા.

અક્‍સ્‍માત બાદ તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્‍યા હતા જેમાં કાર ચાલકે ઓચિંતાવાળીને સામા રોડ પર જવા સમયે રીક્ષા કારની પાછળ ઘૂસી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. ત્‍યારે કાર ચાલકની બેદરકારીને કારણે અક્‍સ્‍માત સર્જાયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. રીક્ષામાં બેસેલા લોકોમાં બે મહિલા સહિત કુલ પાંચ લોકો ઇજાગ્રસ્‍ત થયા છે. તેઓ વાંકાનેર તાલુકાના રાતાવીરા ગામના છે. સાથે સાથે કારમાં સવાર ચાલક કે અન્‍ય કોઈને ઇજાઓ થવા પામી નથી. કાર સુરેન્‍દ્રનગરના એક નામાંકિત તબીબની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

(10:22 AM IST)