<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

જસદણના કનેસરા ગામે પુત્રીની હત્‍યા કરનાર પિતાને આજીવન કેદ

મરનાર પુત્રની માતા અને આરોપીની પત્‍નીએ નોંધાવેલ ફરીયાદ મુજબની જુબાની આપતા આરોપીને કસુરવાર ઠરાવી સજા ઉપરાંત રપ હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો : પત્‍ની જ જયારે પતિ ઉપર આરોપ લગાવે તો તે ખોટો હોઇ શકે નહિ : કોર્ટ

રાજકોટ, તા. ૧૯ : જસદણના કનેસરા ગામ પુત્રની હત્‍યાના ગુનામાં પકડાયેલ આરોપી પિતા બટુકભાઇ ચનાભાઇ કુકડીયા  ઉ.વ.૫૫, રહે. કનેસરા પોતાના સગા પુત્ર મહેશ બટુકભાઈ કુકડીયા, ઉ.વ.૩૧ ની હત્‍યા કરવા બદલ અધિક સેશન્‍સ જજ  આઈ.બી. પઠાણ ે હત્‍યાના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.૨૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ ફરીયાદી રેખાબેન બટુકભાઈ કુકડીયાએ ભાડલા પોલીસ સ્‍ટેશનમા ફરીયાદ લખાવી જણાવેલ કે, તા.૦૯/૦૩/૨૦૨૩ ના રોજ ફરીયાદીનો પુત્ર મહેશ કુકડીયા કનેસરા ગામે પોતાની વાડીએ પાણી વાળવા ગયેલો હતો અને ત્‍યા વાવેતરની બાજુમા સુઈ જતો હતો. આ મુજબ વાડીએ ગયેલ અને સવારના પાછો ન આવતા ફરીયાદીબેન પોતાના દિકરાની તપાસ કરવા વાડીએ ગયેલ. આ જગ્‍યાએ બ્‍લેન્‍કેટ ઓઢેલ વ્‍યકિતનુ બ્‍લેન્‍કેટ ઉચુ કરીને જોયેલ તો તેના મોઢામાથી લોહી નિકળતુ હતુ અને કપાળના ભાગે ચીરો પડી ગયેલો હતો. આ હાલતમા ફરીયાદીબેનનો દિકરો મહેશ કુકડીયા હથિયાર વડે ઈજા થયેલ હોવાથી મરણ ગયેલો હતો. ફરીયાદમા ફરીયાદી રેખાબેને આ હત્‍યા તેણીના પતિ આરોપી બટુકભાઈ ચનાભાઈ કુકડીયાએ કરેલ હોવાનુ જણાવેલ. આ મુજબની ફરીયાદ બાદ આરોપી બટુક કુકડીયાની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળેલ કે, આરોપીએ લાકડી વડે માથા ઉપર ઘા મારી ગુજ. મહેશભાઈની હત્‍યા કરેલ છે. તપાસ દરમ્‍યાન આ લાકડી અને તે ઉપર લોહીના ડાઘ મળી આવેલા હતા.

આરોપીએ બચાવ લીધેલ કે, આ ગુન્‍હાના કોઈ નજરે જોનાર સાક્ષી નથી તેમજ આરોપીના કપડા ઉપર કોઈ લોહીના ડાઘ નથી તેથી ગુજરનારની હત્‍યા આરોપીએ કરેલ હોવાનુ માની શકાય નહી.

 સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ગુજ. મહેશભાઈ કુકડીયાનુ લોહી-એ ગળપનુ છે તેમજ આરોપી બટુકભાઈ કુકડીયાનુ લોહી પણ ૅએૅ ગૂપનુ છે. તપાસ દરમ્‍યાન જે લાકડી મળી આવેલ હતી તે લાકડી ઉપર પણ એ-ગળપનુ લોહી છે. તપાસ દરમ્‍યાન આરોપી બટુક કુકડિયાએ શોધી આપેલ લાકડી ઉપર એ-ગળપનુ લોહી જણાઈ આવે છે, જે લોહીનું ગળપ મરણ જનાર મહેશ કુકડીયાનુ છે. હાલના આરોપી બટુક કુકડીયાએ જયાર એ-ગળપવાળા લોહીથી રગાયેલ લાકડી કાઢી આપેલ હોય ત્‍યારે તેટલા માત્રથી સાબિત થાય છે કે,આરોપી બટુક કુકડીયાએ જ આ લાકડી વડે ગુજરનારની હત્‍યા કરેલ છે. ગુન્‍હામા આ લાકડીને ઉપયોગ કરેલ ન હોય તો આરોપી બટુક કુકડીયાને લોહીના ‘એ' ગળપવાળી આ લાકડી અંગે કોઈ જ જાણ ન હોય. હાલના કેસમા જયારે ફરીયાદી રેખાબેને પોતાના પુત્રની હત્‍યા પોતાના પતિએ જ કરેલ હોવાનુ જણાવેલ હોય ત્‍યારે આરોપીએ કાઢી આપેલ લાકડી સચોટ પુરાવા તરીકે માન્‍ય છે. આરોપી બટુક કુકડીયા પોતે રખડતો ભટકતો રહી હમેશા દિકરાઓ પાસે પૈસાની માગણી કરી કુટુંબને હેરાન પરેશાન કરતો અને તેથી આરોપી પોતાના દિકરાઓ સાથે હંમેશા ઝઘડાઓ કરતો. આવા જ કારણસર આરોપીએ પોતાના સગા પુત્રની હત્‍યા કરેલ છે. આ પ્રકારનો ખુદ પત્‍નિનો જ આક્ષેપ હોય ત્‍યારે આક્ષેપ ખોટો માનવાને કોઈ કારણ નથી.  સરકાર તરફેની આ તમામ દલીલોના અતે અધિક સેશન્‍સ જજ આઈ. બી. પઠાણ ે આરોપી બટુક ચનાભાઈ કુકડીયા, ઉ.વ.૫૫ ને પોતાના પુત્રની હત્‍યા બદલ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.૨૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

 આ કેસમા  સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

(2:41 PM IST)