લાઠીના ઠાંસામાં દિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મમાં આરોપીને ૨૦ વર્ષની સજા
ભોગ બનનારને ૪ લાખનું વળતર આપવા અમરેલી સ્પેશ્યલ પોકસો કોર્ટનો આદેશ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૯: લાઠી તાલુકાનાં ઠાંસા ગામે ગત તા. ૧૧-૧-૨૦૨૫ નાં એક ૧૫ વર્ષની અને તેની ૧૨ વર્ષની નાની બહેનને ભગાડી જઈ ૧૫વર્ષની મનોદિવ્યાંગ સગીરા સાથેનાં બળાત્કારનાં બનાવમાં વડોદરા જિલ્લાનાં સાવલી તાલુકાનાં વાંકાનેડા મોટુ ફળીયુ ગામનાં આરોપી રાજુ ઉર્ફે રાહુલ પ્રવિણભાઇ ઉર્ફે ઈશ્વરભાઈ નાયક સામે દામનગર પોલીસ મથકમાં બળાત્કારનો ગુનો નોંધાતા પોલીસે કોર્ટમાં ચાર્જસીટ રજુકરેલ.
ઉપરોક્ત કેસ અમરેલી સ્પેશ્યલ પોકસો જજશ્રી ડી.એસ.શ્રીવાસ્તવ સમક્ષ ચાલી જતા અધિક જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબેનત્રિવેદીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી કોર્ટે આરોપી રાજુઉર્ફે રાહુલ પ્રવિણભાઇ ઉર્ફે ઈશ્વરભાઈ નાયકને બીએનએસ કલમ ૧૩૮ (૨) મુજબ શિક્ષાપાત્ર ગુનામાં ૭ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૧૦ હજારનો દંડ તેમજ બીએનએસકલમ ૬૪ (૨) આઈ, ૬૫ (૧) તથા પોકસો એકટની કલમ ૪,૬,૮ તથા ૧૮ મુજબ શિક્ષાપાત્ર ગુનામાં ૨૦વર્ષની સખત કેદની સજા અને રૂા. ૨૦ હજારનો દંડ ફરમાવ્યો હતો. ભોગ બનનારને રૂા. ૪ લાખનું વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો. તથા નાની બહેનને રૂા. ૨૦ હજારનું વળતર દંડની રકમમાંથી ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
