News of Monday, 19th January 2026
ખંભાળીયા ઘી નદીના કાંઠે પ્રદુષીત પાણી પીવાથી બગલા, ટીટોડી સહિત અનેક પક્ષીઓના મોત
ઝેરી પદાર્થ અથવા પ્રદુષિત કચરો પાણીમાં નાંખતા પક્ષીઓ ભોગ બન્યા : તપાસની માંગ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૯: પાલીકા વિસ્તારમાં એક સમયની શાન સમાન ઘી નદી કે જે હાલ પાણી કરતા ગાંડી વેલથી ભરેલી વધુ છે. તેમાં બે-ત્રણ દિવસમાં કોઇએ ઝેરી પદાર્થ પાણીમાં નાખ્યો હોય કે અત્યંત પ્રદુષીત કચરો નદીમાં આવતા કાંઠા પર રહેતા અને આ નદીનું પાણી પીતા દશેક બગલા, ટીટોડી જેવા પંખીઓના મૃત્યુ થતા તથા તેમના મૃતદેહો ગંધાતી સ્થિતિમાં કાંઠા પર પડયા હોય ગંદકી સાથે તિવ્ર વાસથી નજીકના વિસ્તારના લોકો પરેશાનીમાં મુકાઇ ગયા છે.
પાલીકા વોર્ડ ૧ ના સદસ્યાના પ્રતિનિધિ નીલેશભાઇ પતાણીએ આ બાબતે તાકીદે કાર્યવાહીની માંગ પણ કરી છે.
અગાઉ ઘી નદી જયારે પાણીથી ભરપુર રહેતી તયરે લોકો અહી નહાવા, તરતા શીખવા, નજીકના ગરીબ લોકો કપડા ધોવા આવતા પણ ગાંડીવેલથી ભરાયેલી આ નદીમાં હવે પાણી કરતા ગાંડી વેલ વધુ હોય નાહવા તથા તરવાનું તો ઠીક પણ ગંદુ ગંધાતુ પાણી હવે લોકોને કપડા ધોવામાં પણ ઉપયોગી ના થતું હોય. આવુ ગંદુ પાણી પીવાથી પશુઓ પણ બીમાર પડતા હોય તથા ગાંડીવેલના પાણીમાં ફસાઇ જતા હોય તાકીદે પગલા લેવા માંગ કરાઇ છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
