<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

’’વાહન ચેકીંગ ડ્રાઇવ’’નુ આયોજન કરતી જામનગર જીલ્લા પોલીસ : ૯૮૪૦૦નો હાજર દંડ વસૂલાયો

એમ.વી.એકટ-૧૮૫ હેઠળના કેસ-૧૧,એમ.વી.એકટ કલમ-૨૦૭ વાહન ડીટેઇન-૧૬ , પ્રોહીબીશન હેઠળ કેસો-૧૩,જી.પી.એકટ- ૧૩૫(૧) (જાહેરનામા ભંગ) કેસ-૧૦, વાહન બ્લેક ફિલ્મ વાળા વાહન કેસ-૯૮, વાહનમા ફેન્સી નંબર પ્લેટ હેઠળ કેસ- ૧૨૨ કરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓએ જીલ્લામા ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી   ના રોજ વાહન ચેકીંગ અંગેની  ’’સ્પેશ્યલ ડ્રાઇવ’’નુ આયોજન કરવામા આવેલ, જે ડ્રાઇવ દરમ્યાન જામનગર જીલ્લા પોલીસ દ્રારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગ નુ આયોજન કરવામા આવેલ જેમા નીચે મુજબ કામગીરી કરવામા આવેલ, 

’’વાહન ચેકીંગ ડ્રાઇવ’’ કામગીરીઃ- 

૧) એમ.વી.એકટ-૧૮૫  હેઠળના કેસ-૧૧ 

ર) એમ.વી.એકટ કલમ-૨૦૭ વાહન  ડીટેઇન-૧૬  

૩) પ્રોહીબીશન હેઠળ કેસો-૧૩

૪) જી.પી.એકટ- ૧૩૫(૧) (જાહેરનામા ભંગ) કેસ-૧૦

પ) વાહન બ્લેક ફિલ્મ વાળા વાહન કેસ-૯૮ 

૬) વાહનમા ફેન્સી નંબર પ્લેટ હેઠળ કેસ- ૧૨૨ 

૭) વાહન હાજર દંડ રૂપીયા ૯૮૪૦૦/- 

આ કામગીરી મદદનીસ પોલીસ અધિક્ષક  લાલપુર વિભાગ,નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ/ગ્રામ્ય વિભાગ ના સુપરવિઝન હેઠળ, તમામ થાણા અધિકારીશ્રીઓ તથા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.એસ.ઓ.જી,તથા ટ્રાફિક શાખા તથા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી કરવામા આવેલ છે. 

(2:45 PM IST)