<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

મોરબી મહાપાલિકાની સંકલન સમિતિની બેઠક 23 જાન્યુઆરીએ યોજાશે.

બેઠકમાં સંકલન સમિતિના સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓએ સમયસર ઉપસ્થિત રહેવા જણાવ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની બેઠક તા. ૨૩ ના રોજ બપોરે ૩ કલાકે સભાખંડ, ત્રીજો માળ, ઇસ્ટ ઝોન, મહાનગરપાલિકા કચેરી, મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ , રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે યોજાશે જે બેઠકમાં સંકલન સમિતિના સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓએ સમયસર ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

     સંકલન સમિતિની બેઠકમાં તમામ શાખા અધ્યક્ષોએ સમગ્ર વિગત સાથે ઉપસ્થિત રહેવું અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો મ્યુનીસીપલ કમિશ્નરની અગાઉ અનુમતિ મેળવ્યા બાદ જ પ્રતિનિધિને હાજર રાખવા અન્યથા જાતે હાજર રહેવું. સંકલન સમિતિની બેઠકમાં ગ્રામ પંચાયતની જે તે વખતની સ્વ ભંડોળ બચતની રકમની મર્યાદામાં કામો નક્કી કરેલ કામોનો પ્રગતિ અહેવાલ તેમજ જન ભાગીદારીના કામો માટે સાધનિક કાગળોની કાર્યવાહી પૂર્ણ થયેલ હોય તેવા જનભાગીદારી કમાઓ માટે આવેલ નવી રજૂઆત/અરજી પરત્વે પ્રગતિ અહેવાલ સહિતના એજન્ડા રજુ કરવામાં આવશે.
  જે એજન્ડા સંબંધિત શાખા કક્ષાએ થયેલ કાર્યવાહીની પ્રશ્ન/ ફરિયાદ રજુ કરનાર પદાધિકારી અને અધિકારીને બેઠક અગાઉ અહેવાલ મોકલવો તથા બેઠકમાં પ્રશ્ન ફરિયાદ સંબંધિત જરૂરી સાધનિક કાગળો સાથે હાજર રહેવા જણાવ્યું છે.

(11:17 PM IST)