<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

મોરબીના બગથળાથી કાંતિપુર રોડને રીપેર કરવા માંગ: મુખ્યમંત્રીને પત્ર લખ્યો

તાત્કાલીક સુધારણા નહીં કરવામાં આવે તો ના છુટકે ગામ લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલાત્મક કાયક્રમો આપવાની ફરજ પડશે: કાંતિલાલ બાવરવા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી બાવરવા (કે.ડી.બાવરવા) એ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છેકે, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના બગથળા ગામેથી કાંતિપુર ગામને જોડતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે.જો કોઈ બીમાર વ્યક્તિને દવાખાને લઇ જવો હોય તો રસ્તામાં વધારે બીમાર થાય તેવી પરિસ્થિતિ છે.

    વધુમાં ગામ લોકોને પોતાની રોજીરોટી માટે કે ખરીદી માટેના કારણોસર મોરબી જવું હોય તો ખુબજ તફ્લીક પડી રહી છે.તેથી આ રસ્તાને તાત્કાલિક રીપેર કરવો જરૂરી છે.જો આ કામને ધ્યાને લઇને તાત્કાલીક સુધારણા નહીં કરવામાં આવે તો ના છુટકે ગામ લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલાત્મક કાયક્રમો આપવાની ફરજ પડશે તેથી આ બાબતે વહેલાસર યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવેલ છે


 

(12:03 AM IST)