તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Tuesday, 20th January 2026
ગોંડલના લીલાખાના વેપારી સાથે ૬પ લાખની ઠગાઇ
રાજકોટના રૂષીકેશ મહેતાએ ફોર્જીગ મટીરીયલ ખરીદી કરી રૂપિયા ન આપી છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ર૦ :.. ગોંડલના દાળીયા ગામની સીમમાં ફેકટરી ધરાવતા લીલાખા ગામના વેપારી સાથે રાજકોટના વેપારીએ ૬પ.૯૬ લાખની છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ કોલીથડ થી રીબડા રોડ ઉપર દાળીયા ગામની સીમમાં આલ્ફા ઓટોમેશન નામની કંપની ધરાવતા અંકિતભાઇ અશોકભાઇ ઢોલરીયા રહેવાસી લીલાખા તા. ગોંડલએ આરોપી આર. પી. સ્ટીલ કંપની ગીતાનગર રાજકોટના માલીક રૂષીકેશ પંકજભાઇ મહેતા રહે. રાજકોટ તથા તપાસમાં ખુલે તે સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરીયાદીની કંપનીએ આવી વેપાર ધંધા બાબતે વાતચીત કરી. ફરીયાદી પાસેથી ફોર્જિંગ મટીરીયલની ખરીદી શરૂ કરી, શરૂઆતમાં આરોપીએ નકકી કેરલ શરતો મુજબ પેમેન્ટ ચૂકવી ફરીયાદીનો વિશ્વાસ સંપાદિત કરી, ધીમે ધીમે ફરીયાદ પાસેથી કુલ રૂા. ૬પ,૯૬,૮૮૪ જેટલું ફોર્જિંગ મટીરીયલ ખરીદી કરેલ હોવા છતાં તેની ચૂકવણી ન કરી, આરોપીએ ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી.
આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
