<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

હળવદના ટીકરમાં ૭૦ વર્ષના રૂક્ષમણીબેન પરમારનું દિવાથી દાઝી જવાને લીધી મોત

મંદિરમાં દિવા કરતાં હતાં ત્‍યારે કપડાને ઝાળ લાગીઃ રાજકોટમાં મૃત્‍યુ થયું

રાજકોટ તા. ૨૦: મોરબી તાબેના હળવદના ટીકર-રણ ગામે રહેતાં વૃધ્‍ધાનું મંદિરમાં દિવા કરતી વખતે દાઝી જવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

ટીકર રહેતાં રૂક્ષમણીબેન (રૂખીબેન) મનજીભાઇ પરમાર (ઉ.વ.૭૦) નામના વૃધ્‍ધા ગઇકાલે સવારે ઘરના મંદિરમાં દિવા કરતાં હતાં તે વખતે પહરેલા કપડાને ઝાળ અડી જતાં કપડા સળગતાં દાઝી ગયા હતાં. તેમને હળવદ, મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ સવારે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે હળવદ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર રૂક્ષમણીબેનને સંતાનમાં બે પુત્ર છે. જે ખેત મજુરી કરે છે. પતિ મનજીભાઇ નિવૃત જીવન જીવે છે. બનાવ આકસ્‍મિક હોવાનું સગાએ કહ્યું હતું. ખરેખર કઇ રીતે ઘટના બની? તેની તપાસ હળવદ પોલીસ કરી રહી છે

(11:33 AM IST)