<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

સોમનાથ મહાદેવ મંદિરે ૧૩૦ થી વધુ પરિવારો દ્વારા ધ્‍વજારોહણઃ ફોટોગ્રાફર પરિવારોની આસ્‍થા અને એકતાનું પ્રતીકઃ કલેક્‍ટરે હાજર રહી પ્રવૃતિને બિરદાવી

વેરાવળઃ સોમનાથ મહાદેવ મંદિર ખાતે  આ વર્ષે પણ સ્‍થાનિક ફોટોગ્રાફર પરિવારો દ્વારા ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કરી રોજગાર મેળવતા ૧૩૦ થી વધુ પરિવારોની આ સામૂહિક આસ્‍થા માત્ર ધાર્મિક વિધિ સુધી સીમિત ન રહી, પરંતુ એક્‍તા, સમર્પણ અને રોજી-રોટી સાથે જોડાયેલી શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ બની. આ પ્રસંગે અવધુતેશ્વર મંદિરથી સોમનાથ મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા ના રૂટ મા આવતા તમામ મંદિરોમાં ધ્‍વજારોહણ કરવામાં આવેલ ડીજેના તાલે તેમજ ભક્‍તિગીતો, મહાદેવના જયઘોષ સાથે આગળ વધતી યાત્રામાં ફોટોગ્રાફર પરિવારો, તેમના પરિવારજનો પાથરણાવાળા અને સ્‍થાનિક વેપારીઓએ ભાગ લીધો હતો. સોમનાથ ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ દિવ્‍યેશભાઈ બામણીયા જણાવ્‍યું કે છેલ્લા આઠ વર્ષથી ફોટોગ્રાફરો પોતાની આવકમાંથી ફંડ એકત્ર કરી આ આયોજન કરે છે. મહાદેવ અમારી આસ્‍થા સાથે સાથે અમારા રોજગારનો આધાર છે,  દર વર્ષે ફોટોગ્રાફ ના પ્રમુખ દિવ્‍યેશભાઈ બામણીયાના જન્‍મ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ અને શોભાયાત્રા રૂટમા આવતા તમામ મંદિરોમાં ધ્‍વજારોહણ કરવામાં આવે છે.આ ધ્‍વજારોહણ મા જીલ્લા કલેકટર ઉપાધ્‍યાય, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ વાલાભાઈ ગઢીયા, ભાજપ અગ્રણી દેવાભાઇ ધારેસા સહિત વિવિધ સમાજોના પ્રમુખો અને આગેવાનો તેમજ ફોટોગ્રાફના પરીવારજનોએ હાજરી આપી હતી.

(12:26 PM IST)