News of Tuesday, 20th January 2026
બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સીંગ - ચાપરડાને નવી એમએસસી નર્સીંગ કોલેજની મંજુરી
શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય છાત્રોને વધુ આગળ લઇ જશે : પૂ. મુક્તાનંદબાપુ

(વિનુ જોશી દ્વારા), જૂનાગઢ, તા. ર૦ : જીલ્લાના વિસાવદર પાસે ક્રાંતિકારી સંતશ્રી મુક્તાનંદબાપુ દ્વારા સ્થાપિત અને શિક્ષણવિદ્દ શ્રી ગિજુભાઈ ભરાડ દ્વારા માર્ગદર્શિત બ્રહ્માનંદ ગ્રુપ ઓફ કોલેજીસ ચાપરડા વિસાવદર-બિલખા હાઇવે પર વિશાળ કોલેજ કેમ્પસમાં બી.એસ.સી. નર્સીંગ, પોસ્ટ બેઝીક નર્સીંગ, જી.એન.અમ., એ.એન.અમ., બી.સી.એ.,બી.બી.એ., બી.એડ. અને બી.એસ.સી. જનરલ (સાયન્સ) કોલેજ કાર્યરત છે.
તાજેતરમાં ગુજરાત સરકાર તથા ગુજરાત નર્સીંગ કાઉન્સિલ- અમદાવાદ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી- જુનાગઢ દ્વારા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સીંગ- ચાપરડાને નવી એમ.એસ.સી. નર્સીંગ કોલેજની મંજુરી આપવામાં આવી હતી. આ કોલેજ પોતાનું અદ્યતન બિલ્ડીંગ અને પોતાની જ ૪૩૦ બેડની હોસ્પિટલ જય અંબે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ધરાવે છે. તેમજ નર્સીંગના જુદા-જુદા કોર્ષમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરે છે. શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ, આધુનિક લેબો, અનુભવી ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને ર્નસિંગ ક્ષેત્રે સક્ષમ બનાવે છે.
આ સફળતા માટે પૂજ્ય મુક્તાનંદબાપુએ કોલેજના ડાયરેક્ટર ચિરાગ પંડ્યાને અભિનંદન પાઠવતા ખુશી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એમ.એસ.સી. નર્સીંગ કોલેજ આવતા આ વિસ્તારના વિદ્યાર્થીઓને ર્નસિંગ કોષમાં પીજી નર્સીંગ પ્રવેશ માટે (ઉચ્ચ અભ્યાસ માટે) બહાર જવાની જરૂર નહિ પડે. તેમજ વધમાં જણાવ્યું હતું કે, બ્રહ્માનંદ વિદ્યાધામ માત્ર શૈક્ષણિક જ્ઞાન પુરૂ પાડતું નથી પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કરે છે. બ્રહ્માનંદ વિદ્યાધામ શિક્ષણને નવી ઉંચાઈએ લઇ જવામાં આગળ છે.
આ તકે કોલેજના ડાયરેક્ટર ચિરાગ પંડ્યાએ પ્રિન્સિપાલ એમ.ડી. કારેણા તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. તેમ કોલેજના ઓ.એસ. નિકુંજ નિમાવતની યાદી જણાવે છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
