News of Tuesday, 20th January 2026
ધોળકા સરોડા રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતા ધોળકા નગરપાલિકાના મહિલા કાઉન્સિલરના પતિનુ મોત
અકસ્માતમાં અજાણ્યા વાહનનું ટાયર એક્ટીવા ચાલકના માથાના ભાગે ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર મોત થયું

ધોળકા સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોળકા સરોડા રોડપર ચંડીસર ગામ નજીક રોડપર અકસ્માત થતાં એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે. અકસ્માતમાં ધોળકા નગર પાલિકાના ભાજપ કાઉન્સિલર હેતલબેન સોલંકી (ઠાકોર) ના પતિ ખોડીદાસ સોલંકી (ઠાકોર) નું ઘટના સ્થળે મોત થયું છે. એક્ટિવા લઈ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં અજાણ્યા વાહનનું ટાયર એક્ટીવા ચાલકના માથાના ભાગે ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર મોત થયું છે. ધોળકા રુરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી .
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
