News of Tuesday, 20th January 2026
અમરેલી શહેરમાં શ્વાનનો આતંકથી હાહાકાર, એક દિવસમાં 45 લોકોને બચકા ભર્યા
શહેરમાં ગજેરાપરા, શાકમાર્કેટ, નગનાથ મંદિર પાસે, માણેકપરા, સંકુલ રોડ સહિતના વિસ્તારમાં એક સાથે 45 જેટલા લોકોને શ્વાનએ બચકા ભરી લેતા લોકોમાં ભયનો માહોલ

અમરેલી શહેરમાં શ્વાનનો આતંકથી હાહાકાર, એક દિવસમાં 45 લોકોને બચકા ભર્યા હતા અમરેલી શહેરમાં અલગ અલગ શ્વાન દ્વારા લોકોને બચકા ભર્યાની ઘટના સામે આવી છે. જેમાં 10 બાળકો 4 મહિલા સહિત 45 લોકોનો સમાવેશ થાય છે. શહેરમાં ગજેરાપરા, શાકમાર્કેટ, નગનાથ મંદિર પાસે, માણેકપરા, સંકુલ રોડ સહિતના વિસ્તારમાં એક સાથે 45 જેટલા લોકોને શ્વાનએ બચકા ભરી લેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મોડી રાત સુધી અમરેલી સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસ સારવાર માટે આવી રહ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં તમામ દર્દીઓને યોગ્ય ઝડપથી સારવાર માટે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
