<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

મોરબીના ઘૂંટુ રોડ પર કારખાને મશીનમાં કામ કરતા યુવાનને ગળામાં ઈજાઓ થતા મોત.

સીલક સીરામીક કારખાને મશીનમાં કામ કરતી વખતે ગળાનાં ભાગે ઈજા થતા મૃત્યુ

 

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ઘૂંટુ રોડ પર આવેલ કારખાનામાં કામ કરતી વખતે ગળાના ભાગે ઈજા થતા એક યુવાનનું મોત નીપજ્યું હતું.

   પ્રાપ્ત વિગતો મુજબ ઘુંટુ રોડ પર આવેલ સીલક સીરામીક કારખાને મશીનમાં કામ કરતી વખતે ગળાનાં ભાગે ઈજા થતા રાકેશકુમાર દેવનારાયણ શર્મા (ઉ.વ.૨૯ ) નામના યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(12:56 AM IST)