<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

જસદણના બોઘરાવદરની સરીતા સાડમીયાનો ઝેરી દવા પી આપઘાત

એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: રાજકોટમાં સારવારમાં મોત

રાજકોટ તા. ૨૧: જસદણના બોઘરાવદર ગામે રહેતી સરીતાબેન વનરાજ સાડમીયા (ઉ.વ.૨૦) નામની પરિણીતાએ ૧૮મીએ ભાડલાના વેરાવળમાં વાડીએ ખડમાં છાંટવાની દવા પી લેતાં જસદણ, ભાડલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર સરીતાબેનના માવતર ભાડલા રહે છે. તેણીના લગ્ન એક વર્ષ પહેલા થયા હતાં. પતિ વનરાજ પશુપાલન અને છુટક મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે એક વર્ષ પહેલા તેના લગ્ન સરીતા સાથે થયા હતાં. તેણીને પેટની બિમારી હતી. આ કારણે કંટાળીને કદાચ પગલુ ભર્યુ હશે. રાજકોટ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભાડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:33 AM IST)