News of Wednesday, 21st January 2026
કુકાવાવમાં ખેતરના કૂવામાંથી યુવતીની લાશ મળી આવી
આત્મહત્યા કે હત્યા કારણ અકબંધઃકૂવો ઊંડો હોવાને કારણે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો

અમરેલી : અમરેલી જિલ્લાના કુકાવાવ પંથકમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. કુકાવાવ-દેરડી રોડ પર આવેલી એક વાડીના કૂવામાંથી પરપ્રાંતિય યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મળતી માહિતી મુજબ, કુકાવાવથી દેરડી રોડ પર આવેલ રમેશભાઈ વેકરીયા નામના ખેડૂતની વાડીમાં આ ઘટના બની હતી. વાડીના કૂવામાં એક યુવતીનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તપાસ કરતા મૃતક યુવતીની ઓળખ સોના વસુનીયા તરીકે થઈ છે, જે પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના અંગે અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કૂવો ઊંડો હોવાને કારણે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
યુવતી કૂવામાં કેવી રીતે પડી? આ આત્મહત્યા છે, અકસ્માત કે અન્ય કોઈ કારણ? તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલમાં પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની પ્રાથમિક તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવશે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
