<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

મોરબીના જાંબુડીયા ગામ પાસેથી સગીરાનું અપહરણ

પરપ્રાંતીય પરિવારની સગીરવયની દીકરીનું અપહરણની ફરિયાદ બાદ તાલુકા પોલીસ દ્વારા શોધખોળ

 

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસેથી પરપ્રાંતીય પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવેલ હોય હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

     મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઓરિસ્સાના અને હાલ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે રહીને મજૂરી કામ કરતા પરિવારની બારેક વર્ષની દીકરીનું અજાણ્યા શખ્શ દ્વારા અપહરણ કરવામાં આવેલ હોય અને ઘરમેળે શોધખોળ કરવા છતાં સગીરનો કોઈ પતો ન લાગતા ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.જેને પગલે પોલીસ દ્વારા અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા ઇસમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની આગળની તપાસ પીએસઆઇ એચ.એસ.તિવારી ચલાવી રહ્યા છે.

(12:54 AM IST)