તા. ૨૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧ શુક્રવાર
સુત્ર અપનાવી કચ્છમાં ગત વર્ષોના બાકી કામો અને નવા કામો ગુણવત્તાયુક્ત તથા સમય મર્યાદામાં પૂર્ણ કરવા કાંતિભાઈ અમૃતિયાની તાકીદ
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા અધિકારીઓ તથા પદાધિકારીઓને સંકલનમાં રહી કામ કરવા અનુરોધ : શિક્ષણ, આરોગ્ય, કૃષિ, શૌચાલય, પાકા મકાનો રોડ-રસ્તા સહિતના વિકાસના કામોની નોંધ લઈને આત્મવિશ્વાસ સાથે સુવ્યવસ્થિત રીતે યોજના બનાવી કામ કરવા અધિકારીઓને માર્ગદર્શન આપતા બંને મંત્રીઓ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ :. તાજેતરમાં જ કચ્છની મુલાકાતે આવેલા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી તથા જિલ્લાના પ્રભારીમંત્રી કાંતિલાલ અમળતિયાના અધ્યક્ષસ્થાને કચ્છમાં જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી દ્વારા “No pending” નું સુત્ર આપનાવી ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને ધારાસભ્યશ્રીઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંકલન સાધીને સમયમર્યાદામાં તેમજ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી. વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ ત્વરિત રીતે પહોંચાડવા સૂચન કર્યું હતું.
આ સાથે પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતળત્વમાં કચ્છનો વિકાસ વેગવંતો થયો છે, ત્યારે આવા દરેક વિકાસ કોમની નોંધ છેવાડાના ગામમાં લેવાય તે હેતુથી કચ્છના વિકાસ કામોની બુકલેટ તૈયાર કરવાનો નવતર પ્રયોગ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા જિલ્લા પંચાયતએ જિલ્લાની સરકાર છે એવું જણાવીને અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓએ સંકલનમાં રહી કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કચ્છમાં થયેલા શિક્ષણ, આરોગ્ય, કળષિ, શૌચાલય, પાકા મકાનો રોડ-રસ્તા સહિતના વિકાસના કામોની નોંધ લઈ મંત્રીશ્રીએ આત્મવિશ્વાસ સાથે સુવ્યવસ્થિત રીતે યોજના બનાવી કામ કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ અને પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેનશ્રીઓ, તમામ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને અગ્રણી જનપ્રતિનિધિઓએ મંજુર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રજૂઆતો સાથે અન્ય પ્રશ્નો રજૂ કર્યા હતા. આ કામો ઝડપભેર પૂર્ણ કરવા અધ્યક્ષશ્રીએ ખાસ સૂચના આપી હતી.
બેઠકમાં તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા શિક્ષણ શાખા, ઈરીગેશન વિભાગ તથા સંબંધિત વિભાગના મહેકમ સહિતના પ્રશ્નો રજૂ કરતા પ્રભારી મંત્રીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તત્કાલ અસરથી તે ઉકેલની દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં પ્રભારીમંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરીને તત્કાલ અસરથી ખૂટતી કડીઓને દુર કરીને કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ મનિષાબેન વેલાણી, ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત કચ્છ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યો, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીશ્રીઓ, સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહયા હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
