તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Thursday, 22nd January 2026
ભાડલાની પરણિતા સરીતબેન સોઢમીયાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો'તો
બોઘરાવદર સ્થિત પતિ વનરાજ સાઢમીયા સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. રર :.. ભાડલાના પરણિતા સાથે આપઘાત માટે મજૂર કરનાર પતિ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ વશરામભાઇ ભાયસિંગભાઇ મણદોરીયા ધંધો મજૂરી રહે. ભાડલા ગામ, રામાપીરના મંદિર પાસે એ આરોપી તેના જમાઇ વનરાજ વશરામભાઇ સાઢમીયા રહે. બોઘરાવદર ગામ તા. જસદણ સામે ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની મરણજનાર દિકરી સરીદાને તેનો પતિ વનરાજ અવારનવાર ઘરકામ બાબતે નાના મોટા ઝઘડાઓ કરી શારીરિક - માનસીક ત્રાસ આપી ફરીયાદીની દિકરીએ તેના પિયરમાં જવાની ના પાડતા ફરીયાદીની દિકરીને આરોપીએ મરવા માટે મજબૂર કરતા, ફરીયાદીની દિકરી સરીદાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આ ફરીયાદ અન્વયે ભાડલા પોલીસે પતિ વનરાજ સાઢમીયા સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
