ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો
ગિરનાર ૮.૯, નલીયા ૧૦.૪, રાજકોટમાં ૧૪.૮ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા., રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે. ગિરનાર ઉપર ૮.૯, નલીયા ૧૦.૪, જામનગર ૧૩, રાજકોટમાં ૧૪.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : તાપમાનમાં આજે પણ વધારો થતા ગિરનાર પર ઠંડી ઘટીને ૮.૯ ડિગ્રી નોંધાઈ હતી.
છેલ્લા ત્રણ દિવસથી જુનાગઢ સહિત સોરઠના લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આજે સવારે વધુ ૧.૯ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટતા ગિરનાર પર્વત પર ઠંડી ઘટીને ૮.૯ ડિગ્રી થઈ ગઈ હતી. જોકે સવારે વાતાવરણમાં ભેજનું ઙ્કમાણ વધુ રહેતા એકંદરે ગુલાબી ઠંડી રહી હતી.
જુનાગઢ શહેરમાં પણ સવારે લઘુતમ તાપમાન ૧.૯ ડિગ્રી વધીને ૧૩.૯ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી ગાયબ થઈ ગઈ હતી. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૨ ટકાએ પહોંચી જતા સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું સવારથી પવનની ઝડપ પ્રતિ કલાકની ૪.૮ કિલોમીટરની રહેવા પામી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩, મહતમ તાપમાન ર૭, ભેજનુ પ્રમાણ ૭૪ ટકા, પવનની ગતી ૩.૬ કિ.મી. રહી હતી.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
