News of Thursday, 22nd January 2026
ધોરાજીમાં ધંધાકીય ખારના કારણે વેપારી પિતા-પુત્ર ઉપર ૪ શખ્સોનો પાઇપથી હુમલો
બાજુમાં જ દુકાન ધરાવતા દિલીપભાઇ રાઇજા સહિતનાઓ તૂટી પડયા

રાજકોટ, તા. રરઃ ધોરાજીમાં ધંધાકીય ખારના કારણે વેપારી પિતા-પુત્ર ઉપર બાજુમાં જ દુકાન ધરાવતા દુકાનદાર સહિત ૪ શખ્સોએ સ્ટીલના પાઇપથી હુમલો કર્યો હતો.
મળતી વિગતો મુજબ નાનકરામ વરદામલ પારવાણી ઉ.વ. પપ ધંધો વેપાર, રહે. ધોરાજી જમનાવડ રોડ મીરાનગર એ બાજુમાં દુકાન ધરાવતા (૧) દિલીપભાઇ નારણદાસ રાઇજા (ર) જેરામભાઇ નારણભાઇ રાઇજા (૩) ભરતભાઇ તોલારામ રાઇજા તથા (૪) નરેશભાઇ તોલારામ રાઇજા સામે ધોરાજી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની દુકાનમાં વેપાર ધંધો સારો થતો હોઇ અને આરોપીને ધંધો ઓછો થતો હોઇ જે વાતનો ખાર રાખી આરોપીઓએ ફરી તેના પૂત્રને આરોપીનાએ સ્ટીલના પાઇપથી માર મારી મુંઢ ઇજા પહોચાડી એકબીજાએ ગુનામાં મદદગારી કરીહતી. આ ફરીયાદ અન્વયે ધોરાજી પોલીસે ઉકત ચારેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
