મોરબીના રોડ ક્રોસ કરતા આધેડને ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પગપાળા રોડક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પગપાળા રોડક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધા હતા.જે બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ જામનગરના આધેડનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે શક્તિ ચેમ્બર નજીક પગપાળા રોડ ક્રોસ કરી રહેલા મહેશભાઈ બેસુરભાઈ બાલચીયા (રહે નાના શેરડીયા તા.ધ્રોલ જી.જામનગર) નામના ૫૮ વર્ષના આધેડને તા.૨૦-૧ ના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધા હતા.જેના પગલે ઘટના સ્થળે જ મહેશભાઈનું મોત થયુ હતું અને તેમના ડેડબોડીને અત્રે સિવિલે પીએમ માટે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં સામે આવ્યું હતું કે, મૃતક મહેશભાઈ જામનગરના ધ્રોલ પાસેના નાના શેરડીયા ગામના વતની છે અને તેઓ ડ્રાઇવિંગનું કામકાજ કરતા હોય અન્ય ડ્રાઇવરને છોડાવવા માટે તે આવ્યા હતા.વાહન લોડ થતું હતું ત્યારે કામ સબબ ગયા હતા અને બાદમાં ટ્રક બાજુ જવા માટે રોડ ક્રોસ કરતા હતા.ત્યારે તેમને અજાણ્યા ટ્રકના ચાલકે હેડફેટે લીધા હતા.આ બનાવમાં તેમનું મોત નિપજેલ હોય હાલ ફરિયાદ લેવાની આગળની તજવીજ ચાલુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
