<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

જુનાગઢના વાઘેશ્વરી તળાવ પાસેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

મરનારની ઓળખ અને વાલી અંગે પોલીસ તપાસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૩ :..  જૂનાગઢમાં ગિરનાર દરવાજા નજીકના વાઘેશ્વરી તળાવ પાસેથી અજાણા યુવકનો મળતદેહ મળી આવતા પોલીસે પોસ્‍ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવના કિનારાની લોખંડની રેલીંગ પાસે અજાણા યુવાનની લાશ પડી હોવાની જાણ થતા એ ડિવિઝનના પીએસઆઇ ડી. બી. જોશી દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં મળતકની ઉંમર ૩૫ થી ૪૦ વર્ષની હોવાનું જણાયું હતું. મળતદેહનું પોસ્‍ટ મોર્ટમ કરાવી લાશને સિવિલ હોસ્‍પિટલના કોલ્‍ડ સ્‍ટોરેજમાં રખાવી મરનારની ઓળખ મેળવવા અને વાલી અંગે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં મળતકની ઓળખ કોઈને મળે તો તે અંગે પીએસઆઇ જોષીનો મો. ૯૯૭૯૪ ૧૦૪૩૫ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું હતું. (પ-૧૦)

 

 

(10:43 AM IST)