News of Friday, 23rd January 2026
ગોંડલમાં ભૂરા બાવાના ચોરા ખાતે જીર્ણોધ્ધારને બે વર્ષ પુર્ણઃ હિન્દુ સભા તથા મહા આરતીઃ ભાવીકજનો ઉમટયાઃ ચોરાનો કાયાકલ્પ કરનારા અશોકભાઈ પીપળીયાનું આયોજન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૨૩: ગોંડલ નાં ઇતિહાસ ને સંઘરી બેઠેલા ૧૫૦ વર્ષ જુના રાજાશાહી સમય નાં ચોરડી દરવાજે આવેલા ઐતિહાસિક ભુરાબાવા નાં ચોરા નો પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા અગ્રણી અશોકભાઈ પીપળીયા દ્વારા કાયાકલ્પ કરી રાજવીકાળ નાં ઇતિહાસ ને જીવંત કરાયા ની ઐતિહાસિક ઘડીને બે વર્ષ પુર્ણ થતા પ્રણેતા તથા આયોજનનાં મહારથી ગણાતાં અશોકભાઈ પીપળીયા તથા ટીમ દ્વારા ભુરાબાવાનાં ચોરા ખાતે હિન્દુ સભા અને મહાઆરતીનુ ગુરુવાર સાંજે આયોજન કરાયુ હોય ભાવીકજનો ઉમટી પડ્યા હતાં.
હિન્દુ સભામાં અંકુરભાઇ વ્યાસ, ગોપાલભાઈ ભુવા,ચંદુભાઈ પટેલ, મોહીતભાઇ રાજાણી સહિત નાં વકતાઓ એ ધર્મ અને શિક્ષણ, સામાજિક સમરસતા, સ્વદેશી ભાવના,નાગરિક કર્તવ્ય તથા પર્યાવરણ અને સંરક્ષણ જેવા પંચ પરિવર્તનનાં વિષયો પર વક્તવ્યો આપ્યા હતા. આ સાથે શ્નહિન્દુ હિન્દુ એક રહે,ભેદભાવ કો નહી સહે શ્નનાં સુત્રો સાથે સનાતન ધર્મનાં રક્ષણ અને સંસ્કાર સિંચનનો સંકલ્પ લેવાયો હતો.
બાદ માં યોજાયેલી મહાઆરતી માં ધારાસભ્ય ગીતાબા જાડેજા,જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,નૈમીશભાઇ ધડુક,નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, પ્રફુલભાઈ ટોળીયા, અરવિંદભાઈ મારકણા (જીલ્લા અધ્યક્ષ), જેકીભાઈ પરમાર, યજ્ઞેશભાઇ પંડ્યા, (મંત્રી) પુ.સિતારામ બાપુ સહિત વિશ્વ હિન્દુ પરિષદ તથા આરએસએસ નાં આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ વેળા ભક્તિમય માહોલ સર્જાયો હતો.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
