<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

પ્રેમિકાને ડુબતી બચાવવા જતા પ્રેમી યુવાનનું ડૂબી જતા મોત

યુવાને કેનાલમાં છલાંગ લગાવી પ્રેમિકાને તો બચાવી લીધી પણ પોતે જિંદગીનો જંગ હારી ગયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૩ :.. કચ્‍છના મુન્‍દ્રામાં પ્રાગપર ગામ પાસે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત નીપજ્‍યું હતું. જોકે, આ બનાવની કરુણતા એ છે કે ગૌરવ ચંદ્રકાંત આચાર્ય (મૂળ રાજસ્‍થાન હાલ સાડાઉ, મુન્‍દ્રા) રહેતો ૨૩ વર્ષીય યુવાન પોતાની પ્રેમિકા સાથે નજીકની નર્મદા કેનાલ ઉપર ફરવા ગયો હતો. જ્‍યાં પ્રેમિકાએ પાણીમાં પડવાની મજાક કરતા તે અકસ્‍માતે પાણીમાં પડી ગઈ હતી. કેનાલમાં પ્રેમિકાને પાણીમાં ડૂબતી જોઈ પ્રેમી ગૌરવકુમારે પાણીમાં છલાંગ લગાવી હતી. જોકે, પ્રેમિકા બચી ગઈ હતી પરંતુ પ્રેમી ગૌરવ કુમાર જિંદગી હારી ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્‍યું હતું. 

(11:50 AM IST)