News of Friday, 23rd January 2026
પડધરીમાં જવેલર્સની દુકાનમાં ચોરીનો પ્રયાસ તસ્કરોએ કર્યો પરંતુ દિવાલ ન તૂટી
પોલીસ ટીમ દ્વારા તસ્કરોને ઝડપી લેવા શોધખોળ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ર૩ :.. પડધરી મેઇન રોડ પર આવેલ. અમૃત કોમ્પલેક્ષમાં રોડ પર આવેલ. પ્રિતી જવેલર્સની દુકાનમાં ચોરી કરવાના હેતુથી દુકાનની પાછળના ભાગે આવેલ ભવાની ડ્રેસીસની દુકાનમાં શટર ઉંચકાવી આગળના ભાગે આવેલ. જવેલર્સની દુકાનમાં જવા માટે દીવાલ તોડવામાં આવેલ.
પરંતુ દીવાલ ન તુટતા કોમ્પલેક્ષની અગાસી ઉપરથી પણ દીવાલ તોડી જવેલર્સની દુકાનમાં જવા માટેનો પ્રયાસ કરેલ. પરંતુ દીવાલ ન તુટતા ચોરી કરવાનો હેતુ ચોરોને બર આવેલ નથી.
હાલ પડધરી પીએસઆઇ વાળા સહિત પોલીસ સ્ટાફ તપાસ કરી રહેલ છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
