News of Friday, 23rd January 2026
સેસન્સ અદાલત દ્વારા બહુચર્ચિત ખૂન કેસમાં આરોપીનો છુટકારો
આરોપી તરફે સુશ્રી અમીતાબેન સિપ્પીએ નામદાર સુપ્રીમ કોર્ટના તાજેતરના જજમેન્ટો રજુ કરી દલીલો કરેલ.જે દલીલો ગ્રાહય રાખી એડી.ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબે આરોપીને છોડી મુકવા હુકમ કરેલ

રાજકોટ :સેસન્સ અદાલત દ્વારા બહુચર્ચિત ખૂન કેસમાં આરોપીનો છુટકારો કરાયો છે.આ કેસની બનાવની ટૂંકમાં વિગત જોવામાં આવે તો, આ કામના મરણજનારે તા. ૩/૨/૨૦૨૨ ના રોજ આણંદપર (નવાગામ) તા.ની.રાજકોટમાં આવેલ આરોપી હિતેશ ઉર્ફે ગડીયો સન/ઓફ વાલાભાઈ ઝાપડા ના એ આ કામના આરોપી હિતેશ ઉર્ફે ગડીયો સન/ઓફ વાલાભાઈ ઝાપડાએ તા. ૦૩/૦૨/૨૦૨૨ ના કલામ ૧૫-૦૦ વાગ્યાના સમયે ઉપરોક્ત સ્થળે મરણજનાર હસમુખભાઈ ચકુભાઈ ફતેપરા પુરુષ ઉ.વ.આ.૫૧ વાળાને લોખંડના પાઈપ વતી ડાબી આંખની ઉપર તથા ડાબી આંખની બાજુમાં અને ગાલ ઉપર લોખંડનાં પાઈપનાં આડેધડ ધા મારી ખુન કરવાના ઈરાદા અને જાણકારી સાથે ગંભીર ઈજાઓ કરી તેનું મોત નીપજાવી પોલીસ કમીશ્નરશ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરીને આઈ.પી.સી.કલમ ૩૦૨ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુહો કરેલ હોય જે બાબતની ગુજરનારના પુત્રની જાહેર કરેલ હતી..
આ કામે પોલીસધ્વારા પુરાવાઓ એકઠા કરી ચાર્જશીટ કરવામાં આવેલ હતુ અને આરોપી ધ્વારા પોતાના બચાવ અર્થે કાનુની સેવા સતા મંડળ ધ્વારા લીગલ એઈડ માંગતા આરોપીને તેમના બચાવ અર્થે ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સુ.શ્રી. અમીતાબેન સિપ્પીતરીકે આ કેસ ચલાવેલ હતો. આ કામમાં સરકાર પક્ષે કુલ ૧૫ સાહેદો તપાસવામાં આવેલ હતા તેમજ ૩૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂરાખેલ હતા અને પુરાવો પુરા થયા બાદ આરોપી વિરૂધ્ધ પુરાવો તથા દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ સરકારી વકીલશ્રી ધ્વારા મહતમ સજા કરવા દલીલો કરવામાં આવેલ હતી. જયારે બચાવ પક્ષે આરોપીના ચીફ લીગલ ડીફેન્સ કાઉન્સેલ સુ.શ્રી. અમીતાબેન સિપ્પી ધ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કેસ સાયોગીક પુરાવાનો કેસ છે. એક પણ નજરે જોનાર સાહેદ નથી કે ગુજરનારઅને આરોપીને સાથે જોયેલ હોય તેવા એક પણ સાહેદ નથી ગુજરનાર તથા આરોપી બંન્નેનું બ્લડ ગ્રુપ "બી" હોય એફ.એસ.એલના પુરાવા પણ પ્રોસીક્યુશનના કેસની મદદ રૂપ થઈ શકે તેમ નથી. આ તમામ બાબતોનાં સવાલ ત.ક. અધિકારીને પુછતા તેઓએ પણ જણાવેલ છે કે નજરે જોનાર કોઈ સાક્ષી નથી
તેમજ આરોપીના મકાન સંબંધેનો કોઈ દસ્તાવેજી પુરાવો મેળવેલ નથી. તેમજ બનાવ સ્થળેથી કે હથિયાર ઉપરથી ફીંગર પ્રીન્ટના પુરાવાઓ મેળવેલ નથી.
આમ ફરીયાદ પક્ષ તરફથી પોતાનો કેસ શંકારહીત પુરવા કરી શકેલ ન હોય આરોપી તરફે સુશ્રી અમીતાબેન સિપ્પીએ નામદાર સુપ્રીમ કોર્ટના તાજેતરના જજમેન્ટો રજુ કરી દલીલો કરેલ હતી. જે દલીલો ગ્રાહય રાખી એડી.ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબે આરોપીને છોડી મુકવા હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સુશ્રી અમીતાબેન સિપ્પી રોકાયેલા હતા.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
