News of Friday, 23rd January 2026
કચ્છના રણોત્સવમાં તેજી: સખી ક્રાફ્ટ બજારમાં ૫ કરોડનું વેચાણ: પણ એક મહિલા પ્રવાસી દ્વારા વપરાયેલું ડાયપર ફેંકવામાં આવ્યું હોવાનો દાવો કરતો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાયરલ થતા ભારે રોષ
એક ટ્રાવેલ બ્લોગરે આ દ્રશ્ય કેદ કર્યું હતું. આ વિડીયો વાયરલ થતા નેટીઝન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ભુજ: કચ્છના સફેદ રણમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ રણોત્સવમાંથી બે વિરોધાભાસી સમાચાર સામે આવ્યા છે. એક તરફ સ્થાનિક કારીગરો અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસો સફળ થઈ રહ્યા છે. ડીડી ન્યૂઝના અહેવાલ મુજબ, રણોત્સવમાં આયોજિત 'સખી ક્રાફ્ટ બજાર'માં મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકળાની ચીજવસ્તુઓનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે. અત્યાર સુધીમાં વેચાનો આંકડો ૫ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે, જે ગ્રામીણ મહિલાઓની આર્થિક ઉન્નતિ અને ગુજરાતની કળાની વૈશ્વિક માંગ દર્શાવે છે. પ્રવાસીઓ કચ્છની ભરતકામ, બાંધણી અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ હોંશે હોંશે ખરીદી રહ્યા છે.
જોકે, આ ઉજળા પાસાની સાથે એક શરમજનક ઘટના પણ સામે આવી છે. ધોળાવીરા તરફ જતા અને 'રોડ ટુ હેવન' તરીકે ઓળખાતા રમણીય રસ્તા પર એક મહિલા પ્રવાસી દ્વારા વપરાયેલું ડાયપર ફેંકવામાં આવ્યું હોવાનો દાવો કરતો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાયરલ થયો છે. એક અહેવાલ મુજબ, એક ટ્રાવેલ બ્લોગરે આ દ્રશ્ય કેદ કર્યું હતું. આ વિડીયો વાયરલ થતા નેટીઝન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકો પર્યાવરણ અને પ્રવાસન સ્થળોની જાળવણી પ્રત્યે નાગરિકોની બેદરકારીની ટીકા કરી રહ્યા છે. નેટીઝન્સે માગણી કરી છે કે આવા બેજવાબદાર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ગુજરાતના કુદરતી સૌંદર્યને નુકસાન ન પહોંચે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
