News of Saturday, 24th January 2026
મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા બિનવારસી મૃતદેહો સહીત અન્ય દીવંગતોના અસ્થિઓનું સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરાશે
મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવા મા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.જે લોકો પોતાના દીવંગતોના અસ્થિ વિસર્જન કરી શકેલ ન હોય તેઓએ તા.૨૫-૧ સુધી માં વિવિધ સ્મશાને સંસ્થા દ્વારા મુકવામાં આવેલ અસ્થિ કુંભમાં અસ્થિઓ પધારવવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.
હીન્દુ ધર્મની પરંપરા દીવંગતોના મોક્ષાર્થે અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા તા.૨૬-૧ સોમવાર ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે. તા.૨૫-૧ રવિવાર ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
