<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

જુનાગઢમાં તમંચા અને બે કાર્ટીસ સાથે ઝડપાઇ ગયો

જુનાગઢઃ તા.ર૪, ગુન્‍હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જુનાગઢના પોલીસ ઇન્‍સ. આર.કે. પરમાર તથા પો. સબ ઇન્‍સ. ડી. કે. સરવૈયા તથા પો. સ્‍ટાફના માણસો સતત પ્રયત્‍નશીલ હોય.

હકિકત મળેલ કે, ‘‘રસીયાદખાન નાસીરખાન યુસુફજઇ રહે.: જુનાગઢ જમાલવાડી બે પીરની દરગાહ પાસે વાળો ગેરકાયદેસર હથીયાર પોતાની પાસે રાખી મેડીકલ કોલેજની પાછળ દિવાલ પાસે, આંબાવાડી ખાતે આંટાફેરા કરે છે. જે પકડી તેના હાથમાં રહેલ પીળા કલરની થેલીમાંથી દેશી હાથ બનાવટનો તમંચો-૧ તથા લાલ કલરના જીવતા કાર્ટીસ નંગ-૦૩ મળી આવતા તેની વિરૂધ્‍ધ એ ડીવીઝન પો. સ્‍ટે. ખાતે ગુનો રજી. કરાવેલ છે.  એસ.ઓ.જી.ના એ.એસ.આઇ કરશનભાઇ મોઢા, વિક્રમભાઇ ચાવડા તથા પો. હેડ કોન્‍સ. મેણસીભાઇ અખેડ, પ્રતાપભાઇ શેખવા, બાલુભાઇ બાલમ, અનિરૂધ્‍ધભાઇ વાંક તથા પો. કોન્‍સ. રોહીતભાઇ ધાધલ વિગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો. 

(5:04 PM IST)