News of Saturday, 24th January 2026
રીબડાના અમીત ખુંટ આપઘાત કેસમાં રાજદિપસિંહ જાડેજા જામીન મૂક્ત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૪ :.. સૌરાષ્ટ્રભર માં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસ માં હાલ જુનાગઢ જેલ માં રહેલા રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા ને અત્રેની એડી.સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરાયા છે.
રાજદિપસિંહ દ્વારા પાંચ દિવસ પહેલા અત્રેની કોર્ટ માં જામીન અરજી દાખલ કરાઇ હતી.અને બે દિવસ પહેલા તેનું હિયરીંગ થયુ હતું.
દરમિયાન કોર્ટ દ્વારા જામીન મંજુર કરાયા છે. રાજદિપસિંહ ને તા.૧/૪/૨૬ સુધી રાજકોટ જિલ્લા ની હદ નહી છોડવા,કોર્ટ ની પુર્વ પરવાનગી વગર ગુજરાત રાજ્ય ની હદ નહી છોડવા તથા સાત દિવસ માં પાસપોર્ટ કોર્ટ માં જમા કરાવી દેવા સહીત ની શરતો એ જામીન મુક્ત કરાયા છે.
રીબડા નાં અમીત ખુંટે તા.૫/૫/૨૫ નાં વાડીએ જઈ વળક્ષ ની ડાળ સાથે લટકી જઈ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.અમીતે લખેલી સ્યૂસાઈડ નોટ માં મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ તથા તેના પુત્ર રાજદિપસિંહ સહિતનાં નામ લખ્યા હોય ગોંડલ તાલુકા પોલીસમાં ગુન્હો નોંધાયો હતો. બનાવ બાદ ફરાર થઇ ગયેલા રાજદિપસિંહે સાત મહીના બાદ તા.૧૧/૧૧/૨૫ નાં ગોંડલ કોર્ટ માં સરેન્ડર કર્યુ હતુ. કોર્ટ માં આ ચકચારી ઘટનાનું ચાર્જશીટ તા.૮/૧/૨૬ નાં મુકાયુ હતુ.
ટુંક સમય માં જુનાગઢ જેલ માં રહેલા રાજદિપસિંહ હવે જામીન મંજૂર થવાથી જેલ મૂક્ત થશે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
